ગુજરાતમાં 11 જાન્યુઆરીથી સ્કૂલો શરૂ થશે : શિક્ષણમંત્રી




ગુજરાત સરકારે રાજ્યમાં 11 જાન્યુઆરીથી શાળો અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે પહેલા તબક્કામાં ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણ કહ્યું કે, આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા મુદે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.


ગુજરાતની વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં આગામી અન્ય ઘોરણો શરૂ કરવા મુદે ચર્ચા થઈ હતી પણ અંતે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.



આ સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, તમામ એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. ત્યારે શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.



મહત્વની વાતો


✓ ધો.10-12માં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય

✓ PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે

✓ શાળાએમાં કેન્દ્ર સરકારની SOP લાગુ કરાશે

✓ રાજ્યની તમામ શાળાઓમાં SOP મોકલી અપાઈ

✓ શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે

✓ શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે

✓ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં

✓ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે

✓ થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે

✓ શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે

✓ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય